Connect Gujarat
વડોદરા 

વડોદરા : કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેળા વિશાળકાય ક્રેઇન પડતાં એક શ્રમિકનું મોત, 6 લોકોને ઈજા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત,

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત, જ્યારે 6 કામદારો ઇજાગ્રસ્ત થતાં કરજણ SDM સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે આ કામગીરી હાલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક ચાલી રહી છે, જ્યાં આજે વિશાળકાય ક્રેઇન મારફતે ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ક્રેઇનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરી રહેલ એક કામદાર ક્રેન નીચે દબાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. 1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો RCCનો બ્લોક લઈ ક્રેઇન બુલેટ ટ્રેનની લાઈન પર મુકવા જતી હતી. જોકે, બ્લોક મુક્યા બાદ ક્રેઇન પરત ફરતી હતી, ત્યારે દુર્ઘટના સર્જાય હતી. આ ઘટના બનતા અન્ય ઇજનેરો અને શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ કરજણ SDM, કરજણ મામલતદાર, ફાયરબ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ફાયરબ્રિગેડ દ્વારા રેસક્યું કામગીરી કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ક્રેઇન કેવી રીતે તૂટી તે અંગે તંત્ર દ્વારા પ્રાથમિક માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story