New Update
/connect-gujarat/media/post_banners/96734ea42eca5ac97941f7315ba3d0daf39c8676fcc9fb50c4f8321ce6e8dc80.jpg)
વડોદરામાં પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી મહાનગર પાલિકા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે વડોદરા શહેરમાં ચોમાસાને લઈ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. અને અનેક હોસ્પિટલોમાં પાણીજન્ય રોગોથી પીડાતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીપુરીની લારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. આજરોજ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી તમામે તમામ પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જો કોઈ વિક્રેતા પાણીપુરી વેચતા દેખાશે તો તેની સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે.