વડોદરા: બોટ દુર્ઘટના મામલે હાલોલ પાસે લારી પર ચા પીતો પરેશ શાહ ઝડપાયો,ગોપાલ શાહ છત્તીસગઢથી લવાયો

હરણી લેક ઝોન ખાતે ગત 18 તારીખે થયેલી હોડી દુર્ઘટનાના મામલામાં પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા છે.

New Update
વડોદરા: બોટ દુર્ઘટના મામલે હાલોલ પાસે લારી પર ચા પીતો પરેશ શાહ ઝડપાયો,ગોપાલ શાહ છત્તીસગઢથી લવાયો

વડોદરા બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

હરણી લેક ઝોન ખાતે ગત 18 તારીખે થયેલી હોડી દુર્ઘટનાના મામલામાં પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા છે. પોલીસે ગોપાલને છત્તીસગઢના રાયપુરથી અને પરેશ શાહને હાલોલ નજીકથી ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસને ગોળગોળ ફેરવતો હોવાનું બહાર આવ્યું છે.બોટકાંડમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં. જેમાં બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનાર સામે હરણી પોલીસ મથકે શરૂઆતમાં 18 સામે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પાલિકાના ટાઉન પ્લાનર ગોપાલ શાહનો સમાવેશ થતો હતો, પરંતુ પાછળથી કોટિયા પ્રોજેક્ટનું સંચાલન પરેશ શાહ અને નિલેશ જૈન કરતો હોવાનું બહાર આવતા બંનેનાં નામ ઉમેરી પોલીસે શોધખોળ હાથ ધરી હતી.