Connect Gujarat
વડોદરા 

વડોદરા : રહેણાંક મકાનોમાં લોકોએ ગેરકાયદેસર રાખ્યા હતા વિવિધ પ્રજાતિના પોપટને કેદ, જુઓ પછી શું થયું..!

રહેણાંક મકાનોમાં હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો કેદ, GSPCA અને સામાજિક વનીકરણ વિભાગે પાડ્યા દરોડા

X

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાનમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની વન્યજીવ પ્રેમી અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડી બિન અધિકૃત રીતે રાખવામાં આવેલા અલગ અલગ પ્રજાતિના 15 પોપટને વન વિભાગે મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હતા. જેની વન વિભાગ અને વન્યજીવ પ્રેમીઓને બાતમી મળી હતી, ત્યારે વન વિભાગના અધિકારીની સૂચના મુજબ ફોરેસ્ટર જે.સી.પારેખ, અક્ષય રાઠોડ, મીનું યાદવ સહિત GSPCAની ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં અનેક લોકોના મકાનોમાં બિન અધિકૃત રીતે રાખવામાં આવેલા 9 જેટલા પહાડી પોપટ અને 6 જેટલા સુડો પોપટ મળી આવ્યા હતા, ત્યારે વન વિભાગે કુલ 15 પોપટને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે વન વિભાગે જણાવ્યુ હતું કે, કોઈપણ વ્યક્તિ પોતાના મકાનમાં વન્યજીવને કેદમાં રાખી શકે નહીં, અને જો આમ કરતાં જણાશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે જો કોઈને માહિતી મળે તો વન વિભાગ તથા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરાય હતી.

Next Story