/connect-gujarat/media/media_files/2024/12/19/m2mkYPAPKi8ehuXG0GTl.png)
વડોદરા શહેરના અમિતનગર પાસે પુરપાટ ઝડપેBMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રએ73વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.
આ અકસ્માતની ઘટનામાં24દિવસ બાદ આરોપીની અટક કરી માત્ર સાડા ત્રણ કલાકમાં છોડી દીધો હતો.અને પોલીસે વૈભવી કારને પણ કબ્જે ન કરી ગંભીર બેદરકારી દર્શાવી હતી.આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ચૌહાણની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે.અને તેમના સ્થાને વાડી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એસ.વી.વસાવાને મુકવામાં આવ્યા છે. અને ઘટનાની તપાસACP એચ ડિવિઝન જી.બી.બાભણીયાને સોંપી છે.અત્યાર સુધી જે તપાસ થઈ છે તેમાં કોઈ નિષ્કાળજી હતી કે કેમ? તે અંગે પણACP તપાસ કરશે.