વડોદરા: મહિલાઓ માટે પિન્ક મેરેથોનનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં સ્પર્ધકોએ લીધો ભાગ

વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

New Update
  • રાત્રી સમયમાં યોજાઈ પિન્ક મેરેથોન

  • મહિલાઓ સુરક્ષિત છેના ખાસ સંદેશ સાથે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ પૂર્વક લીધો ભાગ

  • મહારાણીએ મેરેથોનને કરાવ્યું ફ્લેગ ઓફ

  • પોલીસના સહયોગથી મહિલાઓ બની સુરક્ષિત

વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વડોદરા ખાતે મહિલાઓ માટેની ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સુરક્ષિત છે તે સંદેશ આપવા માટે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહારાણી રાધિકા રાજે દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. વડોદરામાં મહિલાઓ રાત્રીના બે વાગ્યે પણ એકલી સુરક્ષિત રીતે ઘરે જઈ શકે છે અને પોલીસ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે છે,તે સંદેશ આપવા માટે સેફ વડોદરા શીર્ષક અંતર્ગત રાત્રી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 2000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.આ મેરેથોન માં પોલીસ વિભાગની સી ટીમ પણ જોડાઈ હતી.મહારાણી રાધિકા રાજે જણાવ્યું હતું કે વડોદરાએ મહિલાઓ માટે અતિ સુરક્ષિત શહેર છે અને પોલીસ દ્વારા પણ પૂરતું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ સંદેશ આપવા માટે આ વિશેષ મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories