Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા, સી.આર.પાટિલ રહ્યા ઉપસ્થિત

વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.

X

વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ યુવાનોને સંબોધન કર્યા હતા

વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞના વક્તા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીહરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની કથામાં હજારો દેશ-વિદેશના ભક્તજનોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. આ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા સત્સંગ કથાનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો તેમજ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા હોય ત્યાં ભાજપ સમાધાન લઇને સામે આવ્યું છે, કોરોના કાળમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારત આજે દુનિયાની નવી આશા બન્યું છે. ભારત ભવિષ્ય માટે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, જેનું નેતૃત્વ યુવાનો કરે છે. આ ઉપરાંત એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરવાની હરિભક્તોને PM મોદીએ અપીલ કરી હતી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા તથા વડોદરાના મેયર કેયુર રોકડિયા આ પ્રસંગે હાજરી આપી હતી. આ યુવા શિબિર કાર્યક્રમને દેશવિદેશના હજારો હરિભક્તોએ માણ્યો હતો.

Next Story