વડોદરા : PM નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે

New Update
વડોદરા : PM નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયું.

વડોદરા શહેરના કમાટી બાગ વિસ્તારમાં આવેલ ફાઇન આર્ટ્સ ગેલેરી નજીક મશહૂર પેન્ટર દ્વારા તૈયાર કરાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મશહૂર પેન્ટર દ્વારા PM મોદીના વિવિધ પેઇન્ટિંગને કેનવાસ તેમજ વૉટર કલરથી તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર કેયુર રોકડિયા, રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલ સહિત રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories