Connect Gujarat
વડોદરા 

વડોદરા : પથ્થરમારાને લઈ પોલીસે ડ્રોન ઉડાવી મકાનોનું નિરીક્ષણ કર્યું, હનુમાન જન્મોત્સવે પણ યોજાશે શોભાયાત્રા...

ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

X

રામનવમીએ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મકાનો પરથી કરવામાં આવેલ પથ્થરમારાની ઘટનાને લઇ ગુરુવારે ચિરંજીવી હનુમાનજી જન્મઉત્સવની થનારી ઉજવણી અને યોજાનાર શોભાયાત્રાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન ઉડાવી ફતેપુરા વિસ્તારના મકાનોની અગાસીની ચકાસણી કરવામાં આવી હતી.

ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઇ શોભાયાત્રામાં સામેલ લોકોને પથ્થરથી ઇજાઓ પહોંચી હતી. પથ્થરમારાને લઇ સમગ્ર વડોદરા શહેરમા તંગદિલી વ્યાપી હતી. જે સ્થિતિ માંડ શાંત પડી રહી છે, અને આગામી ગુરુવારે ચિરંજીવી સંકટમોચન હનુમાનજીના જન્મઉત્સવની ઉજવણી થનારી છે, અને જે ઉજવણી અંતર્ગત શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગત ગુરુવારે ફતેપુરામાં થયેલ પથ્થરમારાના બનાવથી બોધપાઠ લઈ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ફતેપુરા વિસ્તારના મકાનોની અગાસીનું ચેકિંગ અને નિરીક્ષણ કરવા ડ્રોનની મદદ લેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફતેપુરા ચાર રસ્તા મુખ્ય માર્ગ પરથી ડ્રોન ઉડાવી સંવેદનશીલ વિસ્તારમાં આવેલ મકાનોની અગાસીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક સાથે 2 ડ્રોન ઉડાવી બારીકાઈપૂર્વક મકાનોની અગાસીની ચકાસણી કરવામાં આવી હતી.

Next Story