વડોદરા: પીડિતાનો મોબાઈલ શોધવા માટે પોલીસે વિશ્વામિત્રી નદી ઉલેચી,હાઈટેક ટેક્નોલોજીથી તપાસનો ધમધમાટ

વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા,

New Update

વડોદરા સામૂહિક દુષ્કર્મનો મામલો 

પોલીસ કરી રહી છે સઘન તપાસ 

પીડિતાના મોબાઈલની કરવામાં આવી શોધખોળ 

આરોપીએ વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધો હતો 

હાઈટેક ટેક્નોલોજીની મદદથી મોબાઈલની શોધખોળ 

વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં પીડિતાનો મોબાઈલ ફોન આરોપીઓએ વિશ્વામિત્રી નદીમાં નાખી દીધો હતો.જે ફોનની શોધખોળ માટે પોલીસે ફાયર બ્રિગેડની ટીમ સાથે હાઈટેક  ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.  
વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા,અને યુવતીની માતાનો ફોન આવતા માત્ર પાંચ સેકન્ડ માટે ફોન એક્ટિવ થયો હતો,જે પોલીસ માટે મહત્વની કડી રૂપ બની રહ્યું હતું. આરોપીઓની ધરપકડ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા,અને પોલીસ દ્વારા વધુ તપાસ માટે પીડિતાના મોબાઈલ ફોનની રિકવરી માટે આરોપીએ વિશ્વામિત્રી નદીમાં જ્યાં મોબાઈલ ફેંક્યો હતો,તેની શોધખોળ શરૂ કરી હતી,પોલીસે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને નદી ઉલેચવાનું શરૂ કર્યું હતું.જોકે વિશ્વામિત્રી નદીમાં મગરનો ભય હોવાના કારણે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નદીમાં મોબાઈલ ફોન શોધવામાં આવી રહ્યો છે,જેમાં ફાયર બ્રિગેડ દ્વારા કેમેરા નદીના પાણીમાં ઉતારવામાં આવ્યા છે,અને તેનું મોનીટરીંગ ફાયર બ્રિગેડના વ્હીકલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  
Latest Stories