/connect-gujarat/media/post_banners/7b889915fb396e3e6602ebdecb089e82072c7c41f10605e099119373e1fb4245.jpg)
પ્રકાશ પર્વ દીપાવલીના તહેવારો લોકો નિર્ભય બનીને ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્રની સુરક્ષા એજન્સીઓ દ્વારા રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો, શોપિંગ મોલ તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
દીપાવલી પર્વ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિવિધ એજન્સીઓએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ એસ.ટી. ડેપો, ભીડભાડીવાળી જગ્યાઓ, શોપિંગ મોલ, હોટલો સહિત ગેસ્ટ હાઉસોમાં કડક ચેકીંગ શરૂ કર્યું છે. જોકે, ચેકિંગ દરમ્યાન સુરક્ષા એજન્સીઓને કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. આ ઉપરાંત શહેર પોલીસ તંત્રની એકદમ એલર્ટ કહેવાતી ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.