-
આરોપીઓ સામે પોલીસે કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી
-
ઓર્ગેનાઇઝડ ક્રાઇમને આપતા હતા અંજામ
-
ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે વિવિધ ગુન્હા
-
4 આરોપીઓ વિરુદ્ધ નોંધાયા 140 ગુન્હા
-
પોલીસની કાર્યવાહીથી આરોપીઓમાં ફફડાટ
વડોદરા શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ફરિયાદો નોંધાઈ હતી.જેમાં આરોપીઓમાં હુસેનમિયા સુન્ની વિરુદ્ધ 69 ગુના, અકબર સુન્ની વિરુદ્ધ 30, વસીમ ખાન પઠાણ વિરુદ્ધ 19, સિકંદર સુન્ની વિરુદ્ધ 22 ગુના નોંધાયા હતા.આરોપીઓ પર હત્યાનો પ્રયાસ,ચોરી,ભયનો માહોલ ઉભો કરી લોકોનું આર્થિક શોષણ કરતા હોવાના આરોપો લાગ્યા હતા.તેથી પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના પગલે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 હેઠળ ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની આરોપીઓ સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહીથી ગુનેગારી આલમ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.