Connect Gujarat
વડોદરા 

વડોદરા : કિશનવાડીની ડમ્પિંગ યાર્ડનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ, પોલીસે કરી કોંગી કાર્યકરોની અટકાયત...

વડોદરાનો વિકાસ ત્રીજાથી 33માં ક્રમે ગયો છે.

X

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ઠલવાતો કચરો આસપાસના રહીશો અને નાગરિકો માટે નુકસાનકારક હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી. આ માટે સ્થાનિકો માટે અવારનવાર પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે, અહીં બાજુમાં જ શાકમાર્કેટ ભરાય છે, જેને લઇ અહીંના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ છે.

આ ડમ્પિંગ યાર્ડનો અવાર નવાર વિરોધ થયો છે. આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોળી કરવાના હતા. હાથમાં બેનરો લઈને કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી. વડોદરાનો વિકાસ ત્રીજાથી 33માં ક્રમે ગયો છે.

જોકે, આ સાઇટ ન હટાવાતા કોંગ્રેસના કાર્યકરો કચરાની હોળી કરવાના હતા. પરંતુ પાલિકાએ પોલીસને આગળ કરી કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

Next Story