Connect Gujarat
વડોદરા 

વડોદરા : રાહુલ ગાંધી બાલિશ છે, જ્યારે PM મોદી દેશની અર્થવ્યવસ્થામાં રહ્યા નિષ્ફળ : સુબ્રમણ્યમ સ્વામી

રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

X

રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેઓએ રાહુલ ગાંધીને બાલિશ કહ્યા હતા, જ્યારે PM મોદીને દેશની અર્થવ્યવસ્થામાં નિષ્ફળ ગણાવ્યા હતા.

પોતાના તીખા વલણ માટે જાણીતા રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકાર પરિષદ દરમ્યાન સુબ્રમણ્યમ સ્વામીએ દેશની અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર અર્થવ્યવસ્થા અને ચીનના મામલામાં પણ નિષ્ફળ રહી છે. રામ મંદિરના મુદ્દામાં તેમણે કહ્યું કે, PM મોદીએ આ નથી કર્યું ઉલટું એ તો તેમાં ટાંગ અડાવતા હતા. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, PM મોદી દેશની અર્થવ્યવસ્થામાં નિષ્ફળ ગયા છે, તેથી તેમણે આગામી ચૂંટણીમાં પણ ઊભા ન રહેવું જોઈએ. આ સાથે જ હિંદુ રાષ્ટ્ર અંગે તેમણે કહ્યું કે, અહીં મુસલમાનો રહી શકે છે, પણ સંસ્કૃતિ હિંદુ હોવી જોઈએ. હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે દેશનું વિભાજન કરવામાં આવ્યું હોવાનું સુબ્રમણ્યમ સ્વામીએ ઉમેર્યું હતું. તો રાહુલ ગાંધી અંગે તેમણે જણાવ્યુ હતું કે, હું એ નથી કહી શકતો કે, તેમને સુપ્રીમમાંથી શું નિર્ણય મળશે. પરંતુ તેઓ બાલિશ વાત કરી રહ્યા છે. ઘણા મુદ્દા છે જે ઉઠાવવા જોઈએ પણ તે બાલિશ વાતોમાં જ રહે છે.

Next Story