વડોદરા:રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી

વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.

New Update
  • રામજન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી

  • મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અંગે ખુશી વ્યક્ત કરી

  • બાંગ્લાદેશ અંગે આપી તીખી પ્રતિક્રિયા

  • પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશને પણ સબક શીખવવાની જરૂર

  • સરકારે બાંગ્લાદેશમાં ઘૂસીને અત્યાચારીઓને મારવા જોઈએ 

વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.

રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ વડોદરાની મુલાકાતે પધાર્યા હતા.તેઓએ તાજેતરમાં યોજાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો વિશે આનંદ વ્યક્ત કર્યો હતો,અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે યાત્રા કાઢવામાં આવી હતી.આ તેનું પરિણામ છે,આપણે અખંડ ભારતની કામના કરી રહ્યા છે અને તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.તેઓએ બાંગ્લાદેશ અંગે પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશને પાકિસ્તાનની જેમ સબક શીખવવાની જરૂર છે.સરકારે બાંગ્લાદેશમાં ઘુસીને અત્યાચારીઓને મારવા જોઈએ કારણ કે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.

Latest Stories