Connect Gujarat
વડોદરા 

વડોદરા રેપ વિથ સ્યૂસાઇડ કેસ: પોલીસ કાર્યવાહીના ડરે ઓએસીસના કાર્યકરો પોલીસ ભવન પહોંચ્યા,સાંભળો સૂફીયાણી વાતો!

વડોદરા રેપ વિથ સ્યૂસાઇડ કેસમાં વિવાદમાં આવેલ ઓએસિસ સંસ્થામાં પોલીસે તપાસના આદેશ કરતાં સંસ્થા સાથે સંકળાયેલ યુવાનો બચાવમાં પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

X

વડોદરા રેપ વિથ સ્યૂસાઇડ કેસમાં વિવાદમાં આવેલ ઓએસિસ સંસ્થામાં પોલીસે તપાસના આદેશ કરતાં સંસ્થા સાથે સંકળાયેલ યુવાનો બચાવમાં પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

વડોદરાના ચકચારી દુષ્કર્મ વિથ આપઘાતના બનાવ બાદ વિવાદમાં આવેલી શહેરની ઓએસિસ સંસ્થામાં પોલીસ કમિશનરે તપાસનો હુકમ કરતાં સંસ્થાના સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે. સંસ્થા સંકળાયેલા યુવાનો, યુવતીઓ અને કેટલાક યુવાનો અને યુવતીઓના વાલીઓ પોલીસ ભુવન પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, હું 18 વર્ષની છું. મારો નિર્ણય જાતે લેવાનો મારો અધિકાર છે. નોંધનીય છે કે, આ યુવતીના વાલીએ બે દિવસ પહેલાં દીકરીને સંસ્થા મોકલતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે મીડિયાએ સભ્યોને પુછતા તેઓએ સુફિયાણી વાત કરી હતી અને તેઓ પોતે 18 વર્ષના છે અને નિર્ણય લેવા સ્વતંત્ર હોવાનું જણાવ્યુ હતું જો કે દુષ્કર કેસ અંગે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું

Next Story
Share it