વડોદરા : રૂ. 500 કરોડના ડ્રગ્સ મામલે આરોપીને સાથે રાખી ATSનું સર્ચ, ડ્રગ્સ બનાવવાના કેમિકલના 2 બેરલ મળ્યા...

વડોદરાના સિંધરોટ ખાતેથી પકડાયેલ 500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પ્લેક્ષમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 2 ડ્રમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

New Update

વડોદરા સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સની તપાસ તેજ બનાવાઈ છે. આરોપીએ બતાવેલા સ્થળોએ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે મુખ્ય આરોપીને સાથે રાખીને એટીએસ સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચી હતી, જ્યાં છેલ્લા 10 વર્ષથી બંધ સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. પાયલ કોમ્પ્લેક્ષ ખાતેથી પણ મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. પ્લાસ્ટિકના 2 ડ્રમમાં ડ્રગ્સ હોવાની આશંકા સેવાઈ છે, ત્યારે 2 દિવસ પહેલા પણ સુભાનપુરા વિસ્તારમાં કચરાપેટીમાંથી 8 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીએ બતાવેલી જગ્યાએ એટીએસ પહોંચતા કચરા પેટીમાં ડ્રગ્સ ફેંકી દેવાયું હતું. હાલ એટીએસના 12થી વધુ અધિકારીઓ દ્વારા આરોપીની કડક પૂછતાછ કરવામાં આવી રહી છે.

Latest Stories