ચૂંટણી ટાણે દારૂ ઘુસાડવાનો બુટલેગરનો કારસો નિષ્ફળ બનાવતી વડોદરા ગ્રામ્ય LCB…

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દારૂની હેરાફેરીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આ મામલે પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોય છે.

New Update
ચૂંટણી ટાણે દારૂ ઘુસાડવાનો બુટલેગરનો કારસો નિષ્ફળ બનાવતી વડોદરા ગ્રામ્ય LCB…

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દારૂની હેરાફેરીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. આ મામલે પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોય છે. જેમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે ભરીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Advertisment

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે એક કન્ટેનર નંબરમાં વિદેશી દારૂનો જથ્થો ભરોલ છે. જે કંન્ટેનર વડોદરા તરફથી આવી અમદાવાદ તરફ એક્સપ્રેસ-વે થઇને જનાર છે. જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી ટીમ એક્સપ્રેસ ટોલનાકા ઉપર અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર આવી ઉપરોક્ત બાતમીવાળા કન્ટેનરની વોચમાં રહેતા બાતમીવાળો કન્ટેનર આવતા તેને કોર્ડન કરી સાઇડમાં લેવડાવી તેમાં ડ્રાઇવર એકલો હતો. જેનુ નામ ધરમપાલ બનવારીલાલ ગુર્જર રહેવાસી-રાજસ્થાનને હોવાનું જણાવતા જેને સાથે રાખી કન્ટેનરમાં ચેક કરતા પાછળના ભાગે તાળુ માર્યું હતું. જેથી તાળુ ખોલી કંન્ટેનરમાં ખાતરી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી વિદેશી દારૂ બહાર કાઢી ગણતરી કરતા જુદા-જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂના બોટલો, ક્વાર્ટર, બીયરના ટીન મળી કુલ રૂ. 23,89,800 તથા આરોપીઓ પાસેથી ઝડપાયેલા મોબાઇલ મળી કુલ 30,94,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલ ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઇ જગ્યાએ આપવાનો હતો. જે બાબતે પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર તેના મીર સુભાશ (રહે, દેવપુરા ગામ )એ તેને ફોન કરીને મહારાષ્ટ્રના ભિવંડી ખાતે પહોંચી જઇ ત્યાં સામાન ભરેલ ઉપરોક્ત નંબરવાળી કંન્ટેનરને લઇને અમદાવાદ ખાતે આપવાનો હોવાની હકીકત જણાવતા પકડાયેલ ડ્રાઇવર ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment
Latest Stories