Connect Gujarat
વડોદરા 

વડોદરા: ધર્માંતરણ અને ફંડિંગ કેસ મામલે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

વડોદરાના ધર્માંતરણ અને ફન્ડીગના કેસમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

X

વડોદરાના ધર્માંતરણ અને ફન્ડીગના કેસમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. શહેરના ધર્માંતરણ અને ફન્ડીગના મામલાની તપાસ કરી રહેલી શહેર પોલીસની એસઆઇટીની ટીમે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના 7 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે શનિવારે બંનેને અદાલતમાં રજુ કરી વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે બંનેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડ અરજીમાં જણાવાયુ હતું કે, ઉમરે ગુજરાત ખાતે ચોક્કસ શહેરની વારંવાર મુલાકાતો કરી હતી અને સામુહિક ધર્માંતરણ માટે ચોક્કસ ગ્રૂપના લોકોને ટાર્ગેટ કરવાનું પ્લાનીંગ કરી ગુપ્ત મિટીંગો યોજી હોવાનું બહાર આવ્યું છે. જેથી ગુજરાતમાં જે જગ્યા પર ઉમર ગૌતમે મુલાકાત લીધી હતી તેના પુરાવા મેળવવાના પોલીસે પ્રયાસ શરુ કર્યા હતા. પોલીસે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી ને શનિવારે બંનેને અદાલતમાં રજુ કર્યા હતા.

Next Story