વડોદરા: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે

કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.

New Update
વડોદરા: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓની કિલકારીથી ગૂંજી ઉઠ્યા હતા.

કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા. તો બીજી બાજુ સ્કૂલમાં પ્રથમ પગથીયું ચઢનાર પ્લે સેન્ટરના બાળકો પણ ઉત્સાહભેર સ્કૂલમાં આવી પહોંચ્યા હતા.

છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે, કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે. પરંતુ, સ્કૂલ શરૂ થવાના આજે પ્રથમ દિવસે જ ફરજિયાત માસ્કનું પાલન થતું જોવા મળ્યું ન હતું. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળ્યો હતો.

Latest Stories