/connect-gujarat/media/post_banners/08d49973b92cdf1d033f302a482dded1d46ea24a7ad70f1ebf03b9e40bb5f9c5.jpg)
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં વડોદરા પોલીસ ઝોન-1માં આવતા 7 પોલીસ મથક દ્વારા ઝડપાયેલા રૂ. 96.36 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા પોલીસ ઝોન-1માં આવતા 7 જેટલા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 7 પોલીસ મથકના 433 પ્રોહિબિશનના ગુન્હામાં ઝડપાયેલા કુલ બોટલ 44,410 જેની કિંમત રૂ. 96.36 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળે વડોદરા DCP ઝોન-1ના જુલી કોઠીયા, વડોદરા ગ્રામ્ય ડેપ્યુટી કલેક્ટર, ACP A’ ડિવિઝન, ACP B’ ડિવિઝન તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. તો બીજી તરફ, વિદેશી શરાબના જથ્થાનો નાશ કરતાં સમયે વડોદરા નશાબંધી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.