New Update
વડોદરાના સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે 74 વર્ષીય વકીલ પર અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો,હુમલામાં ઇજાગ્રસ્ત વકીલનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું.
વડોદરા ખાતે રહેતા 74 વર્ષીય વિઠ્ઠલ પ્રસાદ પંડિત વ્યવસાયે વકીલ છે,ગતરાત્રિએ સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે વિઠ્ઠલ પ્રસાદ પંડિત પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અચાનક લાકડીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અને લાકડીના સપાટ મારીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને 108ની મદદથી સારવાર અર્થે SSG ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા,સર્જાયેલી ઘટનાના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.વકીલોએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
Latest Stories