/connect-gujarat/media/post_banners/b160d0bf571508eda13e209355dce84c66c8fbe94a7cf318848d9b7b72aec578.jpg)
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતાં લોકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.
તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે, કોઈ ચોમાસામાં વરસાદના કારણે રસ્તે પાણી ભરાવાના દ્રશ્યો નથી. પરંતુ આ દ્રશ્યો છે, પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો જ વેડફાટ થયો હોવાના. જીહા, તમને આશ્ચર્ય થશે કે, એક તરફ ભર ઉનાળે લોકોમાં પીવાના પાણીની બૂમો ઊઠે છે, તો બીજી તરફ હજારો લીટર પીવાના પાણીનો જ વેડફાટ થઈ રહ્યો છે. એટલું જ નહીં, માર્ગ પર ભરાયેલા પાણીના કારણે કેટલાક લોકો પાણીમાં પડતાં ઇજાને હવાલે પણ થયા હતા. વડોદરા શહેરના મેયરના રહેણાંક વિસ્તાર એવા ગોરવા દશામાં માઁ મંદિર નજીક વારંવાર પાણીની લાઇન લીકેજ થવાની ઘટના બનતી રહે છે. પીવાના પાણીના બગાડ પાછળ હલકી ગુણવત્તાની થતી કામગીરી અને પાલિકા દ્વારા અપાતાં સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો સામે આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષે સવાલ ઉઠાવ્યા છે.