Connect Gujarat
વડોદરા 

વડોદરા: વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી

વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.

X

વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલી વૈષ્ણવ કુટીર સોસાયટીમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો ધોળા દિવસે ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત લાખોની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે

વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. બેખોફ તસ્કરો હવે ધોળા દિવસે પણ ચોરીની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી. વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતે આવેલી વૈષ્ણવ કુટીર સોસાયટીમાં રહેતા હર્ષદકુમાર સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની પત્ની શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. સાંજે 5 વાગ્યાના સુમારે દંપતિ જોબ પર હતા અને દીકરી કોલેજ જવા માટે નીકળી હતી એ દરમ્યાન અજાણ્યા તસ્કરો બંધ મકાનનો લાભ ઉઠાવી માત્ર 20 મિનિટના સમયગાળામાં અંદાજે 15 તોલા સોનું, અઢી કિલો ચાંદી અને રોકડા 12 હજાર સહિત 12 લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં વાડી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story