/connect-gujarat/media/media_files/2024/12/08/RkwCUwL845LJME09iyVU.jpeg)
-
ખંડેરાવ માર્કેટમાં ઇકો કારમાં લાગી આગ
-
સર્જાયેલી ઘટનાને પગલે મચી નાસભાગ
-
ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
-
કારનો કાચ તોડીને આગ પર મેળવાયો કાબૂ
-
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં એક ઇકો કારમાં અચાનક આગ લગતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી,આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
અને ફાયર બ્રિગેડે ઇકો કારમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.ઇકો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને લઈને ઇકો કારનો આગળનો કાચ તોડીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.જોકે સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.