Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઉનાળાનો પ્રારંભ છતાં સ્વિમિંગ પુલ બંધ, પાલિકાના મેઇન્ટનન્સના બહાનાથી લોકોમાં રોષ

સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિવિધ સ્વિમિંગ પુલને શરૂ કરવા માંગ ઉઠી છે.

X

સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિવિધ સ્વિમિંગ પુલને શરૂ કરવા માંગ ઉઠી છે. જોકે, કોરોના કાળમાં બંધ રહેલા સ્વિમિંગ પુલમાં મેઇન્ટનન્સના બહાના કાઢતા પાલિકા સામે વિપક્ષ સહિત સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં હાલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 2 બેબી સ્વિમિંગ પુલ સહિત 6 સ્વિમિંગ પુલ છે.

પાલિકાની બેદરકારીના કારણે આ વર્ષે ઉનાળામાં માત્ર વાઘોડિયા રોડ ખાતે આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનો જ લાભ શહેરીજનોને મળશે. જે લાભ મળતા પણ માર્ચ માસ પૂરો થઇ જશે. છેલ્લા 3 વર્ષથી વાઘોડિયા રોડ પર આવેલા રાજીવગાંધી સ્વિમિંગ પુલ અને વડીવાડી ખાતેના સરદારબાગ સ્વિમિંગ પુલને બંધ રાખવામાં આવ્યા છે. જોકે, કોરોના કાળમાં મેઇન્ટનન્સ કરવાની જગ્યાએ હાલમાં પાલિકાએ મેઇન્ટનન્સનું કામ શરૂ કરતાં વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે.

વડોદરા શહેરમાં 4 મોટા સ્વિમિંગ પુલ આવેલા છે અને 2 બેબી સ્વિમિંગ પુલ હયાત છે. પરંતુ સ્ટાફના અભાવે અને કાળજી નહીં લેવાતા 6 પૈકીના 4 સ્વિમિંગ પુલ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે. તો બીજી તરફ વડીવાડી ખાતે આવેલા સરદાર બાગ સ્વિમિંગ પુલમાં પણ મેઇન્ટનન્સની કામગીરી ચાલુ હોવાથી. તેને પણ છેલ્લા 3 વર્ષથી બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે સ્વિમિંગ કરવા આવતા લોકોને અન્યત્ર જવા ફરજ પડી રહી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે મેઇન્ટનન્સ ચાલી રહ્યું હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો. સાથે જ આગામી 10થી 15 દિવસમાં સ્વિમિંગ પુલ શરૂ થઇ જશે તેવી ખાતરી આપી હતી.

Next Story