વડોદરા : લોહીથી લથબથ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, જમણો હાથ કાપી હત્યારાઓ થયા ફરાર

વડોદરા શહેરના જામ્બુવા બ્રિજ નજીક યુવતીની નિર્મમ હત્યા કરી ફેકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
વડોદરા : લોહીથી લથબથ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, જમણો હાથ કાપી હત્યારાઓ થયા ફરાર

વડોદરા શહેરના જામ્બુવા બ્રિજ નજીક યુવતીની નિર્મમ હત્યા કરી ફેકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસો પહેલાં સુરત ખાતે ફેનીલે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપી તેની હત્યા કરી હતી. જે બાદ રાધનપુરમાં પણ વિધર્મી યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો, ત્યારે હવે વડોદરા શહેરના માણેજા ખાતે મામાના ઘરે રહી અભ્યાસ કરતી 19 વર્ષીય રૂષા સોલંકીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતદેહ ફેકી ફરાર થઇ જતાં ચકચાર મચી છે.

નેશનલ હાઇવે નં. 48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતિની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળતા જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યાં યુવતિના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનું જણાય આવ્યું હતું. આ યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની રૂષા સોલંકી હોવાનું ઘટના સ્થળેથી મળી આવેલા આધાર કાર્ડ ઉપરથી બહાર આવ્યું છે. ઉપરાંત હત્યારાઓએ જનૂન પૂર્વક હુમલો કરી યુવતિનો જમણો હાથ પણ કાપી નાખી શરીરથી દૂર ફેકી દેતા પોલીસને મળી આવ્યો હતો, ત્યારે હાલ તો યુવતિની કોણે અને કયા સંજોગોમાં ક્રુર્તાપૂર્વક હત્યા કરી છે તે દિશામાં મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories