Connect Gujarat
વડોદરા 

વડોદરા : છાણી ગામ તળાવની હાલત દયનીય, કરોડોના ખર્ચે ચાલતી કામગીરી ગોકળગતિએ...

છાણી ગામમાં વર્ષો જુના તળાવની સુંદરતામાં વધારો કરવા માટે પાલિકા દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી

X

વડોદરા જિલ્લાના છાણી ગામમાં આવેલ વર્ષો જુના તળાવની સુંદરતામાં વધારો કરવા માટે પાલિકા દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગોકળગતિએ ચાલતી ઇજારદારની કામગીરી સામે અહીના સ્થાનિકો સુવિધાથી વંચિત જોવા મળ્યા છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી તળાવને રૂપિયા 14 કરોડના માતબર ખર્ચે રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, વર્ષો વિત્યા છતાં હજુ ઇજારદાર દ્વારા ગોકળગાયની ગતિએ કામ ચાલતું હોવાથી અહીના સ્થાનિકો તળાવનું સૌંદર્ય માણી શકતા નથી. જોકે, આ કામગીરી જોતાં નેતાઓ જાણે લોકોની વાહવાહી મેળવી રહ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. છાણી ગામનો વડોદરામાં સમાવેશ થયા બાદ કોર્પોરેશનના શાસકો દ્વારા વિવિધ તળાવના બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાય નહીં હોવાથી સ્થાનિક કાઉન્સિલરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

Next Story