/connect-gujarat/media/post_banners/1ea63f66129e7caf8b5bd2f03f799613f439c2f131d0a216bebdf05a33a7c335.jpg)
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જગ્યા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મેયર કેયુર રોકડીયા સહિત પાલિકાની ટીમ સ્થળ પર પહોચી હતી, જ્યાં દબાણ દૂર કરતા મકાન માલિક દ્વારા પોલીસ અને મીડિયા સાથે ઘર્ષણ સર્જાયું હતું.
વડોદરા શહેરના વાધોડીયા રોડ પર વડોદરા પબ્લિક સ્કૂલની સામે ગેરકાયદેસર રીતે મકાન બાંધવામાં આવ્યું હતું. જેને લઈને મેયર કેયુર રોકડિયા પાલિકાની ટીમ પહોચી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અન્ય વ્યક્તિને વેચી દીધું હતું. જોકે, હાલ પાલિકાની ટીમ ગેરકાયદેસર દબાણ દૂર કરતા મકાન માલિક દ્વારા પોલીસ અને મીડિયા સાથે ઘર્ષણ સર્જાયું હતું. જોકે, તેમ છતાં પાલિકાનું જેસીબી ગેરકાયદેસર બંધાણ પર ફરી વળ્યું હતું. મહત્વનું છે કે, વર્ષ 2016-17માં આ જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મંજૂર કરવામાં આવી હતી. જે બાદ કામ અટકી જતા ગેરકાયદેસર બંધાણ કરવામાં આવ્યું હતું. જે વર્ષો પછી પાલિકાની નજરમાં આવ્યું છે. જેથી પાલિકાની ટીમ મેયરની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.