વડોદરા : પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તોએ કર્યો ઉગ્ર દેખાવો, આર્થિક સહાય તાત્કાલીક ચૂકવવા માંગ...

વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગ સાથે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો.

New Update

મહાવિનાશક પૂરથી થયું હતું શહેરભરમાં ભારે નુકશાન

પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો દ્વારા વિરોધ

નુકશાનીનું પૂરેપૂરું વળતર આપવાની ઉઠી છે લોકમાંગ

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો

જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તેવી માંગ

વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગ સાથે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો.

દિવાળીનો તહેવાર નજીકમાં છેત્યારે વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાન બાદ લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી. બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લેકાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂર પીડીતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવાપૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યુ હતું કેશહેરમાં હજી 40%થી વધુ લોકોને રાહત મળી નથી. સરકારી તંત્રએ વાયદો કર્યો હતો કે10 દિવસમાં તમામને રાહત મળી જશે. પરંતુ આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. લોકો રાહત માટે આજીજીઓ કરી રહ્યા છે.

ગરીબોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા દેખાવો યોજવામાં આવ્યા છે. જો તાત્કાલિક સહાય નહીં મળે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. પ્રતાપનગર વિસ્તારની ભારત વાડીયમુના મિલ ચાલીકુંભારવાડાગાજરાવાડીનવાપુરા વગેરે વિસ્તારમાં રહેતા ગરીબોનું પૂરમાં બધું ખલાસ થઈ ગયું છે. જોકેહજુ પૂરના સર્વે થયા નથી. ગઈકાલે કોર્પોરેશનમાં મેયરે બોલાવેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ સહાય આપવાની માંગ કરી હતીએ જ બતાવે છે કેલોકો હજી સહાયથી વંચિત છે. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારના લોકોને લોલીપોપ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એટલું જ અંહી નહીંરહીશોએ વેદના વ્યક્ત કરી હતી કેજરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તે અત્યંત જરૂરી બન્યું છે.

#Gujarat #Congress #Vadodara #Protest #affected #damage #Floods #Vadodara Flood
Here are a few more articles:
Read the Next Article