વડોદરા : ઇજાગ્રસ્ત યુવાન કણસતો રહયો પણ કોઇ ન આવ્યું મદદે, આખરે તોડયો દમ

સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી તસવીર સામે આવી છે. અકસ્માતમાં ઘવાયેલો યુવાન દર્દથી કણસતો રહયો પણ એક પણ વાહનચાલક તેની મદદે આવ્યો ન હતો

વડોદરા : ઇજાગ્રસ્ત યુવાન કણસતો રહયો પણ કોઇ ન આવ્યું મદદે, આખરે તોડયો દમ
New Update

સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી તસવીર સામે આવી છે. અકસ્માતમાં ઘવાયેલો યુવાન દર્દથી કણસતો રહયો પણ એક પણ વાહનચાલક તેની મદદે આવ્યો ન હતો અને આખરે તેણે દમ તોડી દીધો હતો.

મહારાજા સરસયાજી રાવની નગરી વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પણ સંસ્કારીનગરીને લાંછન લાગે તેવી ઘટના તાજેતરમાં બની છે. મુજમહુડા રોડ ઉપર તા. 30 ડિસેમ્બરની મોડી રાત્રે લકઝરી બસની અડફેટે યુવાનનું મોત થયું હતું. સામાન્ય રીતે અકસ્માતનો કોઇ પણ બનાવ બને ત્યારે આજુબાજુના રહીશો અથવા રાહદારીઓ કે વાહનચાલકો મદદ માટે દોડી આવતાં હોય છે પણ વડોદરાનો પ્રથમેશ એટલો ભાગ્યશાળી ન હતો. ડભોઇ રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહતો 25 વર્ષિય પ્રથમેશ જયેશભાઇ દવે તા. 30 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે એક્ટીવા મોપેડ ઉપર મુજમહુડા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પસાર થઇ રહેલી લકઝરી બસ સાથે ભટકાતા ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું. લકઝરી બસની ટકકરે ઘવાયેલો પ્રથમેશ રસ્તા પર તડપતો રહયો પણ કોઇ તેની મદદે આવ્યું ન હતું અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જો કદાચ પ્રથમેશને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત..

#ConnectGujarat #BeyondJustNews #bus #Vadodara #accident #cmogujarat #Activa #moped #MayorVadodara #CityNews #LocalNews #KeyurRokadia #RegionalNews #NoHelp #ManishaVakilMla #accident between bus and active
Here are a few more articles:
Read the Next Article