વડોદરા : ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું નેટવર્ક મકરપુરાના ડાર્કરૂમમાં ચાલતું

દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું.

New Update

1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગનો પર્દાફાશ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી મોટી સફળતા

સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું

ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું નેટવર્ક ડાર્કરૂમમાં ચાલતું

આરોપીઓએ મકરપુરા વિસ્તારમાં રેકેટ ચલાવતા હતા

દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું. જેમાં આરોપીઓ મકરપુરા વિસ્તારમાં ઓફિસ રાખીને રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો સ્થિત જોયસ હબ ટાઉન કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ નંબરB-215 Dમાં આરોપીઓ ડાર્ક રૂમ ચલાવતા હતાઅને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતા હતા. જોયસ હબ ટાઉન કોમ્પ્લેક્સના બીજા માળે 40 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી મોટા ભાગની દુકાનો બંધ હાલતમાં છે. જેથી અહીં સાયબર માફિયાઓને મોકળું મેદાન મળ્યું હતુંઅને સૂમસામ જગ્યામાં તેઓ લોકોને કોલ કરીને નિશાન બનાવતા હતા. વડોદરાના આરોપીઓ જરૂરિયાતમંદો પાસેથી ગેમિંગ એપ માટે તેમનું એકાઉન્ટ જરૂરી હોવાનું જણાવતા હતાઅને 5થી લઇ 25 હજાર આપીને બેન્ક ખાતા અને કીટ મેળવી આખુ કૌભાંડ આચરતા હતા. છેતરપીંડીથી મેળવેલા રૂપિયા હવાલા કેયુએસ ડોલર ટોકનથી વિદેશ મોકલતા હતા. તરસાલી વિસ્તારમાં ડાર્ક રૂમ ચલાવતા આરોપીઓમાં જયેશ સુથારભાવેશ સુથાર અને લીલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઝડપાયેલી ત્રિપુટી દ્વારા 1.5 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. એકાઉન્ટધારક ભાવેશ સુથારની પૂછપરછ કરતા તેણે આ એકાઉન્ટ કમિશનથી વડોદરાના લિલેશ પ્રજાપતિ અને જયેશ સુથારને વાપરવા આપ્યાં હોવાની જાણ થઈ હતી. જેના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. બન્નેએ પ્રવીણ પંચાલ ઉર્ફે પીકેનું નામ જણાવ્યું હતું. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતીજ્યારે દિલ્હીનો સૈફ હૈદર આ રેકેટ ચલાવતો હોવાની માહિતી લિલેશ અને જયેશે પોલીસને આપી હતી. જેના આધારે પોલીસે સૈફની પણ ધરપકડ કરી હતીજ્યારે સૈફની પૂછપરછમાં આ આખું રેકેટ ચીન અને તાઈવાનના માફિયા ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી 2 તાઈવાની વાંગ ચુન વેઈ અને શેન વેઈ હાવ બેંગલોરમાં ડાર્ક રૂમ ચલાવતા હોવાનુંજ્યારે 2 મુખ્ય સૂત્રધાર મુચી સંગ ઉર્ફે માર્ક અને ચાંગ હાવ યુન 10 ઓકટોબરના રોજ તાઈવાનથી હોંગકોંગની ફલાઈટમાં દિલ્હી આવવાના હોવાની માહિતી મળી હતી. જેના આધારે સાઈબર ક્રાઈમની ટીમ દિલ્હીબેંગ્લોર અને મુંબઈ રવાના કરાઈ હતી. જોકેઆ સમગ્ર ઓપરેશન એક મહિના કરતાં પણ વધુ સમય સુધી ચાલ્યું હતું. સૌપ્રથમ લિંક વડોદરાથી મળી હતીજેમાં આરોપીઓ મકરપુરા વિસ્તારમાં ઓફિસ રાખીને રેકેટ ચલાવતા હતા. જેમાંથી એક આરોપી પકડાયા બાદ આગળની લીંક મળતા મોટું રેકેટ બહાર આવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.