વડોદરા : ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું નેટવર્ક મકરપુરાના ડાર્કરૂમમાં ચાલતું

દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું.

New Update

1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગનો પર્દાફાશ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી મોટી સફળતા

સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું

ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું નેટવર્ક ડાર્કરૂમમાં ચાલતું

આરોપીઓએ મકરપુરા વિસ્તારમાં રેકેટ ચલાવતા હતા

દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું. જેમાં આરોપીઓ મકરપુરા વિસ્તારમાં ઓફિસ રાખીને રેકેટ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો સ્થિત જોયસ હબ ટાઉન કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ નંબર B-215 Dમાં આરોપીઓ ડાર્ક રૂમ ચલાવતા હતાઅને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતા હતા. જોયસ હબ ટાઉન કોમ્પ્લેક્સના બીજા માળે 40 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી મોટા ભાગની દુકાનો બંધ હાલતમાં છે. જેથી અહીં સાયબર માફિયાઓને મોકળું મેદાન મળ્યું હતુંઅને સૂમસામ જગ્યામાં તેઓ લોકોને કોલ કરીને નિશાન બનાવતા હતા. વડોદરાના આરોપીઓ જરૂરિયાતમંદો પાસેથી ગેમિંગ એપ માટે તેમનું એકાઉન્ટ જરૂરી હોવાનું જણાવતા હતાઅને 5થી લઇ 25 હજાર આપીને બેન્ક ખાતા અને કીટ મેળવી આખુ કૌભાંડ આચરતા હતા. છેતરપીંડીથી મેળવેલા રૂપિયા હવાલા કેયુએસ ડોલર ટોકનથી વિદેશ મોકલતા હતા. તરસાલી વિસ્તારમાં ડાર્ક રૂમ ચલાવતા આરોપીઓમાં જયેશ સુથારભાવેશ સુથાર અને લીલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઝડપાયેલી ત્રિપુટી દ્વારા 1.5 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. એકાઉન્ટધારક ભાવેશ સુથારની પૂછપરછ કરતા તેણે આ એકાઉન્ટ કમિશનથી વડોદરાના લિલેશ પ્રજાપતિ અને જયેશ સુથારને વાપરવા આપ્યાં હોવાની જાણ થઈ હતી. જેના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. બન્નેએ પ્રવીણ પંચાલ ઉર્ફે પીકેનું નામ જણાવ્યું હતું. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતીજ્યારે દિલ્હીનો સૈફ હૈદર આ રેકેટ ચલાવતો હોવાની માહિતી લિલેશ અને જયેશે પોલીસને આપી હતી. જેના આધારે પોલીસે સૈફની પણ ધરપકડ કરી હતીજ્યારે સૈફની પૂછપરછમાં આ આખું રેકેટ ચીન અને તાઈવાનના માફિયા ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી 2 તાઈવાની વાંગ ચુન વેઈ અને શેન વેઈ હાવ બેંગલોરમાં ડાર્ક રૂમ ચલાવતા હોવાનુંજ્યારે 2 મુખ્ય સૂત્રધાર મુચી સંગ ઉર્ફે માર્ક અને ચાંગ હાવ યુન 10 ઓકટોબરના રોજ તાઈવાનથી હોંગકોંગની ફલાઈટમાં દિલ્હી આવવાના હોવાની માહિતી મળી હતી. જેના આધારે સાઈબર ક્રાઈમની ટીમ દિલ્હીબેંગ્લોર અને મુંબઈ રવાના કરાઈ હતી. જોકેઆ સમગ્ર ઓપરેશન એક મહિના કરતાં પણ વધુ સમય સુધી ચાલ્યું હતું. સૌપ્રથમ લિંક વડોદરાથી મળી હતીજેમાં આરોપીઓ મકરપુરા વિસ્તારમાં ઓફિસ રાખીને રેકેટ ચલાવતા હતા. જેમાંથી એક આરોપી પકડાયા બાદ આગળની લીંક મળતા મોટું રેકેટ બહાર આવ્યું હતું.

#Gujarat #CGNews #Vadodara #Scam #Fraud #Network #dark room
Here are a few more articles:
Read the Next Article