વડોદરા : માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત-આંગણવાડીના નવા મકાનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે.

New Update
વડોદરા : માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત-આંગણવાડીના નવા મકાનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

વડોદરા જિલ્લાના પાલેજ-નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના માત્રોજ ગામમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડીના નવા મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Advertisment

માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીના નવા મકાન માટે રૂપિયા 17થી વધુના ખર્ચે નિર્માણ કરાયું છે. આ સાથે જ રૂપિયા 45 લાખના ખર્ચે અન્ય વિકાસના કામો પણ કરવામાં આવશે, ત્યારે છેલ્લા ઘણા સમયથી માત્રોજ ગામની ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં હોય ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા રજુઆત કરવામાં આવતા ગ્રામ પંચાયત કચેરીની નવી બિલ્ડીંગ મંજુર કરવામાં આવી છે. આંગણવાડી નિર્માણ પામશે, ત્યારે ગામના બાળકો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે. ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી નિર્માણ થવાથી ગામની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment