/connect-gujarat/media/post_banners/c332280784e8b6a6947caede949e1b1840ba0b868e22a1a67a3c87efb8f34901.jpg)
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી જતાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલક સામે પોલીસે લાલ આંખ કરી છે.
વડોદરાના હરણી લેક ઝોન ખાતે બોટ પલટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષિકાઓનો મોત થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા હવે એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની અનેક ખાનગી સ્કૂલના સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી જતા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલક સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ સ્કૂલ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 15થી વધુ ટીમોએ રોડ પર ઉતરી કાયર્વાહી હાથ ધરી છે, ત્યારે આગામી દિવસોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી યથાવત રહેશે તેવી ટ્રાફિક વિભાગના DCPએ જણાવ્યુ હતું.