Connect Gujarat
વડોદરા 

વડોદરા : સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર નજીકનો માર્ગ અત્યંત બિસ્માર, લોકોને હાલાકી...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો મુખ્ય માર્ગ એવો પાલેજ-નારેશ્વર માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો મુખ્ય માર્ગ એવો પાલેજ-નારેશ્વર માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

કરજણ તાલુકાના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજનું સુપ્રસિધ્ધ યાત્રાધામ આવેલું છે. દર માસની પૂનમ, રવિવાર, ગુરુવાર અને જાહેર તહેવારોના દિવસે અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રિકો ખાનગી વાહનો તેમજ પ્રવાસી બસો સાથે ઉમટી પડે છે. પરંતુ નારેશ્વર-પાલેજને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી અનેકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીના માર્ગ પરથી પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડતી હોવાનું નજરે પડ્યું છે.

સમગ્ર મામલે માલોદ ગામના સરપંચ મિનેષ પરમાર સહિતના ગ્રામજનોએ તંત્ર વિરૂધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. અહીના માર્ગ પરથી મોટી ટ્રકો રેતી ભરી વહન કરતી હોય છે, જેના કારણે માર્ગ બિસ્માર બનતા ખાણ ખનીજ વિભાગ પણ કોઈ કાર્યવાહી નહીં કરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે હવે પાલેજ-નારેશ્વર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story