Connect Gujarat
વડોદરા 

વડોદરા : બીજા તબક્કાના મતદાન માટે 10 વિધાનસભા બેઠકો પર તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વડોદરા જિલ્લામાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીન ફાળવણી સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વડોદરા જિલ્લામાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીન ફાળવણી સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર તથા જિલ્લાની 10 વિધાનસભા બેઠકો માટે 10 અલગ અલગ રવાનગી સ્વીકાર કેન્દ્રો પરથી EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી. સાથે જ પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ સહિત સુરક્ષાને ધ્યાનમાં લઇ સુરક્ષા કર્મીઓનો પણ ચાલતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ તમામ મતદાન મથકો માટે 21,735 પોલિંગ અને પ્રિસાઇડિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે, સાથે જ 1190 જેટલા મતદાન મથકો એવા છે જે સંવેદનશીલ છે, ત્યારે ત્યાં પણ અર્ધ લશ્કરી દળોની ટુકડી તેનાત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના કુલ 2590 મતદાન મથકમાંથી 1330 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગથી નજર રાખવામાં આવશે આવશે. વડોદરાની 10 વિધાનસભા બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને છે, ત્યારે તમામ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આવનાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોહોર લગાવશે. આવનાર 8 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે ખબર પડશે કે, વડોદરા જિલ્લાના મતદારોએ કોને જાકારો આપ્યો છે.

Next Story