/connect-gujarat/media/post_banners/0a8c7c43819900eb5a125ac352565b5371ac0096d776f97d82c55d765ff099df.jpg)
વડોદરાના સોમાતળાવ વિસ્તારનાં વિજયવાડી વસાહતમાં દારૂની પોટલી નાખવા બાબતે તકરાર થઈ હતી જેમાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
દિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ધોળે દિવસે બુટલેગરો અને દારૂનો નસો કરનારા લોકો બેફામ બન્યા છે શહેરના સોમાતળાવ વિસ્તારનાં વિજયવાડી વસાહતમાં દારૂની પોટલી વાડામાં નાંખવા બાબતે તકરાર થતા સામાન્ય બોલાચાલી બાદ માહોલ બિચકયો હતો.યુવકે પોટલી નાંખવા બાબતે ટોકતાં સફાઈ કરતા યુવકને બાંધીને માર માર્યો હતો.યુવકને પાડોશીઓએ ટેમ્પો સાથે બાંધીને માર માર્યો હતો.લાકડી અને ડંડા વડે યુવક પર પાડોશીઓ તૂટી પડ્યાં હતા.બાંધીને ઢોર માર મારતાં યુવકને હાથમાં ફ્રેકચર થયું હતું. સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરતાં પરિવારે શહેર પોલીસ કમિશ્નરને કરી રજુઆત કરી હતી.