Connect Gujarat
વડોદરા 

વડોદરા:ટ્રાફિક નિયમો પાળનારાને પેટ્રોલની ગિફ્ટ,રૂ.100ના પેટ્રોલની કુપન અપાશે

X

ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે વડોદરા પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા પોલીસે મૈ ભી ટ્રાફિક ચેમ્પ અભિયાન અંતર્ગત ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને રૂ.100ના પેટ્રોલની કૂપન આપશે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનો પ્રશ્ન હળવો કરવા અનોખુ અભિયાન હાથ ધરાયું છે. વડોદરા ટ્રાફિક પોલીસના 'મૈં ટ્રાફિક ચેમ્પ અભિયાન'માં ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરનાર રોજ 50 વાહનચાલકની પસંદગી કરી રૂા.100ના પેટ્રોલની કુપન અપાશે. શહેરના નાગરિકો દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરે એ માટે અભિયાનની ગુરુવારથી શરૂઆત કરવામાં આવી છે.આ અભિયાન હેઠળ સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી શહેરના દરેક વાહનચાલક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. વાહન ચાલક એક જગ્યાએથી નીકળે અને પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે ત્યા સુધી તેના પર નજર રાખવામાં આવશે.આ દરમિયાન જો તેણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યું હશે તો તેને ટ્રાફિક ચેમ્પનું સન્માન આપવામાં આ‌‌પવામાં આવશે અને 100 રૂપિયાના પેટ્રોલની કુપન આપવામાં આ‌વશે.આ અભિયાન હેઠળ પસંદગી કમિટી બનાવવામાં આવી છે, જે દરરોજના 50 વ્યક્તિઓની પસંદગી કરશે. પેટ્રોલ કુપન સિવાય જે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેમને રેસ્ટોરન્ટના કુપનો પણ આપવામાં આવશે

Next Story