Connect Gujarat
વડોદરા 

વડોદરા:ભારદારી વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાય,અનેક વાહન ચાલકો દંડાયા

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ખાતે બનેલ હીટ એન્ડ રનની ઘટના તેમજ વડોદરા શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની માફક દોડી રહ્યાં છે

X

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ખાતે બનેલ હીટ એન્ડ રનની ઘટના તેમજ વડોદરા શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની માફક દોડી રહ્યાં છે જેના કારણે સર્જાઇ રહેલ અકસ્માતોના બનાવોને લઈ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ખાતે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ જવાન સહિત નવ લોકોના મોત નિપજ્યા હતા જેને લઇને રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે અને જે આયોજન અંતર્ગત માતેલા સાંઢની માફક ગેરકાયદેસર રીતે દોડતા વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પણ માતેલા સાંઢની જેમ દોડતા વાહનોની અડફેટે મોતના બનાવો નોંધાઈ ચૂક્યા છે.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શુક્રવારે ભારદારી વાહનો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા શહેરના કારેલીબાગ, વાઘોડિયા રોડ, આજવા રોડ, ફતેગંજ, છાણી જકાતનાકા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દોડતા બારથી વધુ ભારદારી વાહનો કબજે કર્યા હતા અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story