વડોદરા: પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે બે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી,જુઓ ચોંકાવનારો બનાવ

વડોદરાનો ચોંકાવનારો બનાવ બે પ્રેમીઓએ મળી પ્રેમિકાની કરી હત્યા, પ્રેમિકાથી છુટકારો મેળવવા હત્યાના ગુનાને અપાયો અંજામ

New Update
વડોદરા: પ્રેમિકાથી છુટકારો મેળવવા માટે બે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી,જુઓ ચોંકાવનારો બનાવ

વડોદરાની છાણી પોલીસ મથક હદમાં આવેલ પદમલા ગામ નજીક નેશનલ હાઈવે ઉપરથી મહિલાના મૃતદેહને મીની નદીની કોતરમાં ફેંકી દીધો હોવાની ઘટનામાં પોલીસે હત્યારા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

વાત કરીએ વડોદરાની તો નેશનલ હાઇવે નંબર 48 પર પદમલા ગામ નજીકથી પસાર થાય છે મીની નદી..જે નદીના કોતરમાં કાંઠા ઉપર એક મહિલાનો મૃતદેહ પડ્યો છે ની જાણ થતા જ દોડી ગયેલી છાણી પોલીસે મહિલાની ઓળખ કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા.નેશનલ હાઈવે પર 24 કલાક ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી।પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા એફએસએલની પણ મદદ લીધી હતી તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનો પીએમ રિપોર્ટ આવતા જ પોલીસ વધુ એક્શનમાં આવી હતી પોલીસે હિન્દી ભાષી મહિલાની ઓળખ કરવા જીઆઇડીસી વિસ્તારમાં તપાસ આરંભી હતી જેમાં જેની હત્યા થઈ તે મહિલાનું નામ ચમેલી અને તે પોતે રણોલી બસ સ્ટેન્ડ નજીક ડાયાભાઈની ચાલીમાં રહેતી હોવાની પોલીસને માહિતી મળી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરતા અજય યાદવ નામનો યુવક તેને સુરતમાં એકલવાયું જીવન જીવતી હોય પ્રેમિકા તરીકે વડોદરા લાવી રાખી હતી.ચમેલી મૂળ ઉત્તર પ્રદેશની છે અને નાગપુર ખાતે ફરજ બજાવતા તેના પતિ સાથે અણબનાવ બનતા તે બાળકો છોડીને સુરતમાં આવી હતી.પોલીસે અજય યાદવની પણ તપાસ કરતાં તે ચાર દિવસથી વડોદરામાં નહીં હોવાનું બહાર આવ્યું હતું અને હાલમાં થોડા સમય બાદ તેના લગ્ન હોય તે ઉત્તરપ્રદેશ પોતાના વતન ગયો હોવાની જાણ થઈ હતી તો બીજી તરફ પોલીસને ચમેલી ઉદયના પણ પ્રેમમાં પડી હોવાનુ બહાર આવ્યુ હતુ જોકે ઉદયરાજ પણ યુપી ગયો હોવાની જાણ થતા પોલીસ યુપી ખાતે પહોંચી હતી જ્યાંથી અજય યાદવ અને ઉદયની ધરપકડ કરી હતી.

છાણી પોલીસ બંને હત્યારા આરોપીઓની ધરપકડ કરી વડોદરા લાવ્યા હતા જ્યાં બંનેની પૂછપરછ દરમિયાન હત્યા પરથી પડદો ઉઠ્યો હતો જેમાં અજય યાદવ અને ઉદય શુક્લાને ચમેલી બ્લેકમેલ કરતી હોવાની જાણ થઈ હતી જેને લઈ અજય અને ઉદયે ઘર સંસારમાં ભવિષ્યમાં વિલન બને તેવી દહેશતને લઈ હત્યાનો પ્લાન ગયો હતો જેમાં અજય વેલેન્ટાઈનના દિવસે જ ચમેલીને નજીક મીની નદીના બ્રિજ પર લાવ્યો હતો અને ઉદયને સાથે રાખી ચમેલીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને ઢસડીને નીચે કોતરમાં મૂકી આવ્યાની કબુલાત કરી હતી

Advertisment
Read the Next Article

વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો

વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો

New Update
  • આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ

  • સરકારી આરોગ્ય કેન્દ્રમાં બની ઘટના

  • ભાજપના મહિલા હોદ્દેદારના પુત્રી સાથે બની ઘટના

  • આંખમાં ભૂકી નાખી આશાવર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ

  • સાવલી પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ 

Advertisment

વડોદરામાં આશાવર્કર બહેન પર એક નરાધમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળે દહાડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો.પીડિતા આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરિચિત છે અને તેમને દુશ્મન ગણે છે. તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આરોપી પાનના ગલ્લાની આડમાં બે નંબરી ધંધો ચલાવતો હોવાનો પીડિતાએ આક્ષેપ પણ કર્યો હતો.

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટનામાં પીડિતાને ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પીડિતા ભાજપની મહિલા કાર્યકર્તાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાવલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment
Latest Stories