Connect Gujarat
વડોદરા 

વડોદરા : યુવા ચિત્રકારની અનોખી શિવભક્તિ, મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અદ્ભુત ચિત્ર તૈયાર કર્યા

વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપ્યું છે

X

વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે ચિત્રકાર દ્વારા શિવરાત્રીની ઉજવણીના ઉપલક્ષમાં મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતા 10 જેટલા મંત્ર-યંત્ર-તંત્ર‌નો સમન્વય કરી અદ્ભુત ચિત્ર તૈયાર કરવામાં આવ્યા છે.

વડોદરાની પરમહંસ આર્ટ્સના યુવા કલાકાર કિશન શાહે પોતાની આગવી કળા દ્વારા અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે. મહાદેવના વિવિધ સ્વરૂપો દશૉવતી 10 જેટલી તાંત્રિક પેઇન્ટિંગ્સ તૈયાર કરી છે. તંત્રમાં આવતા વિવિધ મંત્રો અને શિવજીના તમામ પ્રતીકો હેન્ડમેડ પેપર પર દશૉવ્યા છે. તેઓને આધ્યાત્મિક પેઇન્ટિંગ્સ બનાવવું વધુ પસંદ છે. આગામી દિવસોમાં ભગવાન ભોળાનાથની રાત્રી એટલે કે, શિવરાત્રી આવી રહી છે, ત્યારે દર શિવરાત્રી અને શ્રાવણ માસમાં પોતાની આગવી કળા થકી તેઓ શિવજીની ભક્તિ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ શિવજીની પેઇન્ટિંગ્સ અને શિવલિંગ દોર્યા છે. આ વર્ષે તમામ પેઇન્ટિંગ્સમાં હાથ બનાવટના કાગળ અને એક્રેલીક કલરનો ઉપયોગ કરાયો છે. કિશન શાહની ચિત્રકળા 'તંત્રકળા' કે, તાંત્રિક ચિત્રકળા તરીકે પણ ઓળખાય છે, ત્યારે મોડર્ન આર્ટના યુગમાં આ પેઇન્ટિંગ્સમાં યંત્ર-મંત્ર અને દેવી-દેવતાઓને પ્રાધાન્ય આપ્યું છે.

Next Story