Connect Gujarat
વડોદરા 

વડોદરા : વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રા.શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી...

વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં હાલાકી, વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રા.શાળામાં ભરાયા પાણી

X

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં સામાન્ય વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં શિક્ષકો સહિત વિદ્યર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેવામાં વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, ત્યારે શાળાએ આવતા બાળકોને તો એમના છાતી સુધી પાણી આવે એવી પરિસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ બાળકને કોઈ જાનવર કરડે કે, અન્ય કોઈ પ્રકારે બાળકને ઇજા પહોંચે અને જીવ સામે જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ સર્જાય છે. શાળાનું મકાન તમામ અધ્યતન સુવિધાઓથી સુસજજ છે, પણ શાળાના મેદાનમાં આસપાસના વિસ્તારનું પાણી ભરાય છે, જેના કારણે શાળામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બને છે. કોરોના કાળમાં 2 વર્ષ સુધી શાળાઓ બંધ રહી છે, અને હવે શાળામાં આવતા બાળકોને નિરાશ થઈને ફરી ઘરે પાછું જવું પડે છે.

જોકે, આવા સંજોગોમાં બાળકોના શિક્ષણને પણ ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પાલિકા આ સમસ્યા તરફ સદંતર દુર્લક્ષ કરી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વિકાસના મત મોટા બણગાવામાં આવી રહ્યા છે, ભણે ગુજરાત જેવા અભ્યાનો ચલાવવામાં આવી રહ્યા છે. પ્રવેશ ઉત્સવ જેવા મસ્ત મોટા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે, છતાં પણ શિક્ષણની જે પરિસ્થિતિ છે. એમાં કયા પ્રકારે ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ મેળવી શકે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે. વિકાસના દાવાઓ વચ્ચે આ વિકાસ જે મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયો છે અને હવે માત્ર વિકાસની અંતેષ્ઠી કરવાની બાકી રહી છે, આવી પરિસ્થિતિમાં ગુજરાતના જનતાએ જવું તો જવું ક્યાં એવી પરિસ્થિતિ સર્જાય છે. શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓમાં પણ ભારે ભાર રોશ છે. બાળકોનું ભવિષ્ય કેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધે એ મોટી સમસ્યા છે.

Next Story