New Update
વડોદરામાં નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘુમતા ખેલૈયા
વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
કૈરવી બુચના મધુર સ્વરની સુરાવલી રેલાઈ
ગરબા ખેલૈયાઓએ લીધો માતાજીની આરતીનો લ્હાવો
સાંસદ,મેયર સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખૈલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.ગાયક કૈરવી બુચ ના સ્વરની સુરાવલી સાથે માઁ અંબેના ગરબા થી મેદાનમાં અલૌકિક માહોલ જોવા મળ્યો હતો.નવરાત્રીના પાંચમાં નોરતે આરતી સમયે વેશભૂષામાં કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી.બી આર જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૈલેયા મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડયા હતા.અને ખેલૈયાઓ થી મેદાન છલોછલ ભરાઈ ગયુ હતુ. જેમાં ખાસ ઉપસ્થિતિમાં બી આર જી ગૃપના સરગમ ગુપ્તા,ચેર પર્સન લતા ગુપ્તા તથા ગુજરાત પબ્લિક ઉર્મિ સ્કૂલના ડાયરેક્ટર રાધીકા નાયર,બી આર જી ગૃપના તમામ આગેવાનો,વડોદરા મેયર પિન્કી સોની ,સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા સાંસદ ડો હેમાંગ જોષી સહિત અન્ય આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો અને ત્યારબાદ ગરબા મહોત્સવ આનંદ લીધો હતો.જેમાં મોટી સંખ્યામાં ખૈલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડયા હતા.