Connect Gujarat
વડોદરા 

વડોદરા : MSUમાં વાઇસ ચાન્સેલરનો વિવિધ સંગઠનોએ કર્યો ઘેરાવો, પોલીસ દોડતી થઈ...

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી ડો. વિજય શ્રીવાસ્તવની કામગીરીને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી

વડોદરા : MSUમાં વાઇસ ચાન્સેલરનો વિવિધ સંગઠનોએ કર્યો ઘેરાવો, પોલીસ દોડતી થઈ...
X

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી ડો. વિજય શ્રીવાસ્તવની કામગીરીને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે. જેમાં બપોર બાદ બેઠક પૂર્વે યુનિવર્સિટીમાં તોડફોડ થતાં પોલીસ દોડી આવી હતી.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે વિવિધ સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે મળનારી સિન્ડિકેટ બેઠક પૂર્વ બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો કર્યો હતો. જેમાં ABVP દ્વારા ધરણા પ્રદર્શન સાથે વાઇસ ચાન્સેલર લાપતા થયા હોવાના નારા લગાવ્યા હતા. વીસી ડો. વિજય શ્રીવાસ્તવની કામગીરીને વિદ્યાર્થીઓમાં નારાજગી છે. વીસી બેઠકમાં આવતા જ ABVP દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો, જેમાં VCના ઘેરાવો દરમિયાન ABVP અને યુનિવર્સિટી સિક્યોરિટી આમને સામને આવી ગયા હતા. VCને તેની ઓફીસમાં જતા અટકાવવામાં આવ્યા હતા, અને ભારે ધક્કામુક્કી થઈ હતી. જેથી મહા મુસીબતે VCને કોર્ડન કરી સિક્યોરિટી ઓફીસમાં લઈ જવામાં આવ્યા હતા.

તો બીજી તરફ, એમ.એસ.યુનિવર્સિટીમાં આંદોલન દરમિયાન એક વિદ્યાર્થી ઘાયલ થતા, 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વિદ્યાર્થીની બેભાન થઈ જતા તેને ઊંચકી વિજીલિયન્સની ઓફીસમાં લઇ જવામાં આવી હતી. જોકે, પરંતુ વીસી પણ આજ સિકિયોરિટી રૂમમાં હોવાથી ઓફીસના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. જેથી ABVPના કાર્યકરો દ્વારા વિજીલિયન્સ ઓફીસના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જોકે, તોડફોડ થતા ઉશ્કેરાટનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ઘટનાના પગલે સયાજીગંજ પોલીસ પણ દોડી આવી હતી.

Next Story