/connect-gujarat/media/post_banners/7d8decc7e25869f8ddefc25f03287510e18e1cd18f3d496c77db2c6db6e077a8.jpg)
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફરી એક વખત નમાઝનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવતી નમાઝ પઢતી જોવા મળી રહી છે.આ વાયરલ વીડિયો મામલે સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.થોડા સમય પહેલા સંસ્કૃત ફેકલ્ટીનો વીડિયો વાયરલ થયો હતો. એમ.એસ યુનિવર્સિટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર જાહેરમાં બે લોકો નમાઝ પઢી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વીડિયો 13મી જાન્યુઆરીનો હોઇ શકે છે. જોકે નમાઝ પઢનાર યુવતી કોણ છે, શું આ યુવતી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે કે અન્ય કોઇ, તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ઘટના અંગે સંત અગ્રણી ડૉ. જ્યોર્તિનાથ મહારાજે કહ્યું હતું કે આ બીજો બનાવ સામે આવ્યો છે. આયોજન પૂર્વક દોરી સંચારથી કોમી વૈમનસ્ય ઊભું કરવાનું આ કૃત્ય છે.
/connect-gujarat/media/media_files/2025/08/16/mgr-ncue-2025-08-16-12-05-56.png)