વડોદરા: વાઘોડીયામાં રહેતા 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારી

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.

New Update

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.

આ બનાવમાં એક વિદ્યાર્થીને ચપ્પુ વાગતા તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો,જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા હતા. 

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલ ગિરિરાજ એવન્યુમાં 12 દિવસ પહેલા જ ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.અને હિંસક મારામારીમાં એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા વાગ્યા હતા,અને તે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો.ઘટના અંગે વડોદરા પોલીસ કંટ્રોલરૂમ ને માહિતી મળી હતી.તેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી એક છરી પણ મળી હતી.અને તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા હતા.ત્રણેય વિદ્યાર્થીઓ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે લોકો મકાન માંથી ભાગી ગયા હતા. જે પૈકી પણ એક યુવકને પણ ઈજા થયેલી હતી. ઘટના અંગે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે.

Latest Stories