New Update
સંસ્કારી નગરી વડોદરામાં હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે જોકે વિશ્વામિત્રી નદીના મહાકાય મગર લોકોના ઘરમાં આશરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
વડોદરામાં છેલ્લા ત્રણ દિવસ અવિરત વરસેલા વરસાદ બાદ આજે વરસાદે પોરો ખાધો છે. વરસાદ રોકાતાની સાથે જ જનજીવન થોડું સામાન્ય થઈ રહ્યું છે. આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોના ઘરમાં ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે. ઘર માંથી પાણી ઉતરતાની સાથે જ બીજી સમસ્યા લોકો સામે આવી છે. વિશ્વામિત્રી નદીના મહાકાય મગરો લોકોના ઘરમાં આશરો લઈ બેઠા હતા તે સામે આવી રહ્યા છે. વડોદરાના નરહરી હોસ્પિટલ પાસે આવેલ કામનાથ નગરીમાં એક 15 ફૂટનો વિશાળકાય મગર ઘરમાં ઘૂસી આવતા સમગ્ર નગરીમાં ફફડાટ ફેલાયો હતો. મગર આવ્યાની જાણ ખાનગી સંસ્થા અને વન વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિશાળકાય મગરને રેસ્ક્યુ કરી તેને તેના સુરક્ષિત સ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જ્યારે બીજી તરફ સમા વિસ્તારમાં 10 ફૂટ લાંબો મગર રસ્તા ઉપર આવી ગયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા ખાનગી સંસ્થાને સાથે રાખી સમા વિસ્તાર પહોંચી હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરી તેના સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો. મગર એટલો ભયાનક હતો કે તેને રેસ્ક્યુ કરવામાં વન વિભાગ અને ખાનગી સંસ્થાના કર્મચારીઓને મગરને રેસ્ક્યુ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. એક કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત ખસેડવામાં આવ્યો હતો.
Latest Stories