વડોદરા : અ’વિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

New Update

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફઅનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છેત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવવાની સાથે જ રેલ્વે ગરનાળા બંઘ કરવામાં આવ્યા હતા. ગરનાળા બંધ થવાના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. તો બીજી તરફસયાજીગંજ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક કાર પણ ફસાય હતી. જેતલપુર રોડ પરથી ગટરના ઢાંકણામાંથી પાણીના ફુવારા ઉડતા હોવાના દ્રશ્ય નજરે પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છેત્યારે વડોદરા શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રોડ-રસ્તા પર જાણે નદીઓ વહી રહી છે. તો બીજી તરફવડોદરા શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. સયાજીગંજના ઝાંસી રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 21.50 ફૂટ પર પહોંચી હતી. આજવા સરોવરની સપાટી 212 પણ ફુટ ઉપર પહોંચતા તંત્રની ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

Latest Stories