વડોદરા:પત્નીએ પતિની ઇલેક્ટ્રીક વાયરથી કરંટ આપી કરી હત્યા, શંકાશીલ વર્તને પરિવારનો માળો વિખેર્યો

વડોદરામાં સામાન્ય જીવન વિતાવી રહેલા દંપતી વચ્ચે એક શંકાની સોઇ ઉભી થઇ, જેમાં પતિ તેની પત્નીના ચારિત્ર ઉપર વારંવાર શંકા કરતો,

New Update
વડોદરા:પત્નીએ પતિની ઇલેક્ટ્રીક વાયરથી કરંટ આપી કરી હત્યા, શંકાશીલ વર્તને પરિવારનો માળો વિખેર્યો

વડોદરામાં સામાન્ય જીવન વિતાવી રહેલા દંપતી વચ્ચે એક શંકાની સોઇ ઉભી થઇ, જેમાં પતિ તેની પત્નીના ચારિત્ર ઉપર વારંવાર શંકા કરતો, જે બાબત મહિલાની પસંદ ન્હોતી, ગત તા.8મી મોડી રાત્રે ફરી એક વખત દંપતી વચ્ચે ઝઘડો અને ઉગ્ર બોલાચાલી થઇ અને પત્નીએ પતિની હત્યા કરી દીધી હતી

વડોદરાના છાણી ટીપી-13 વિસ્તારમાં આવેલા વીએમસી ક્વાર્ટસમાં નવિન શર્મા તેની પત્ની રંજન સાથે વર્ષ 2014થી રહેતો હતો. ક્વાર્ટરના એક મકાનમાં તેના પિતા રહેતા અને બીજામાં દંપતી અને તેમના બે સંતાનો રહેતા. નવિન ડ્રાઇવીંગનો વ્યવાસ કરતો જેનાથી તેના પરિવારનુ ગુજરાન ચાલતુ હતુ. નવિન તેની પત્ની રંજનના ચારિત્ર ઉપર અવાર નવાર શંકા કરતો. આ ઉપરાંત નવિન તેના બે નાના બાળકો ઉપર પણ ખુબ ગુસ્સો કરતો અને બોલાચાલી કરતો હતો. જે વાત રંજનને બિલકુલ પસંદ ન હતી જેના કારણે બન્ને વચ્ચે ઝઘડા થતાં હતા. આવી એક બાબતનુ ગત તા.8 ઓગષ્ટની મોડી રાત્રે એટલે રાતના દોઢ વાગ્યાની આસપાસ પુનરાવર્તન થયુ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.ક્વાર્ટસના એક મકાનમાં દંપતિના સંતાન અને નવિનના પિતા સુઇ રહ્યાં હતા. બીજામાં નવિન અને તેની પત્ની રંજન હતા. રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ બન્ને વચ્ચે ફરી એક વખત માથાકુટ થઇ અને આ વખતે ઉશ્કેરાયેલી પત્નીએ લોખંડના બ્લોકથી નવિનનુ ગળુ દબાવી દીધુ, રંજનને ગુસ્સો એટલો હતો કે તેણે નજીકમાં પડેલા ઇલેક્ટ્રીક વાયરથી નવિનને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઉપરોક્ત બનાવને પગલે ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી નવિનની હત્યા કરનાર તેની પત્ની રંજનની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories